નવેમ્બર 8, 2024 7:51 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહે

printer

મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે :ગૃહમંત્રી અમિત શાહ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના મતદારો ભાજપ- શિવસેના- એનસીપીની આ સરકારની કામગીરીને ધ્યાનમાં લઇને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ સરકારને વિજયી બનાવશે. રાજ્યના સાંગલી જીલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, મહાયુતિ સરકાર રાજ્યના વિકાસ માટે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે, મહાયુતિ સરકારે તેમણે ચૂંટણીમાં આપેલા બધા જ વચનો નિભાવ્યા છે.