મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલી ચોક વિસ્તારમાં રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેલા નવ શ્રમિકોને ડમ્પરે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. છ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. પોલીસે નશામાં ધૂત ડમ્પર ચાલકની ધરપકડ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી હિંમત જાધવે કહ્યું હતું કે, આ દુર્ઘટના રાત્રે લગભગ એક વાગે બની હતી.
આ શ્રમિકો કામ માટે અમરાવતી જિલ્લામાંથી પુણે આવ્યા હતા. આ લોકો રવિવારે રાત્રે વાઘોલીના કેસનંદ નાકા પોલીસ સ્ટેશનની સામે સૂઈ ગયા હતા. રાત્રે 1 વાગ્યાની આસપાસ ડમ્પરે બધાને કચડી નાખ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલી ચોક વિસ્તારમાં રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેલા નવ શ્રમિકોને ડમ્પરે કચડી નાખ્યા હતા
