મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે. પાસોડી માર્ગ ઉપર હંગામી આશ્રય સ્થાનની બહાર સુઇ રહેલા શ્રમિકો ઉપર ગેરકાયદેસર રેતી પરિવહન કરતાં એક ટ્રક ચાલકે ઉતાવળે રેતી ઠાલવી દેતાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જો કે ગ્રામજનોએ રેતીના ઢગલા નીચેથી નાની બાળકીને સફળતાપૂર્વક બચાવી લીધી છે.
દરમિયાન જાલનાના પોલીસ અધિકારી અનંત કુલકર્ણીએ જણાવ્યું છે કે આ દુર્ઘટના માટે કસુરવારો સામે કાયદેસર કાર્યવાહી કરાશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM)
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે.