મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે. પ્રવાસી કર્ણાટક એક્સપ્રૅસ ટ્રેન સાથે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. જલગાંવ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 14 લોકોમાંથી એક પણ વ્યક્તિની હાલત ગંભીર નથી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાય રકમ આપવા અને ઈજાગ્રસ્તોની નિઃશુલ્ક સારવાર કરવાની જાહેરાત કરી હતી.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો કૉચમાં આગ લાગવાની અપવાના કારણે ચેન ખેંચીને ટ્રૅનમાંથી ઉતરી ગયા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:32 એ એમ (AM)
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પચોરા તાલુકામાં સર્જાયેલી રેલવે દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ મહિલા અને 10 વર્ષનું એક બાળક પણ સામેલ છે
