કેન્દ્રિય ચૂંટણીપંચે જણાવ્યુંછે કે, મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે. ચૂંટણીનાદરેક તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓને સાંકળવામાં આવ્યાહતા. જો કે, કોંગ્રેસપક્ષ દ્વારા વ્યક્ત કરાયેલા યોગ્ય મુદ્દાઓની સમિક્ષા કરશે,તેવી હૈયાધારણ પણ ચૂંટણીપંચે આપી છે. ચૂંટણીપંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે,મતદાન અંગેની માહીતીમાં વિસંગતતા નથી અને તમામ માહીતી મહારાષ્ટ્ર ભરના તમામ મતદાનમથકો પર ચકાસી શકાશે. પક્ષને આપેલા વચગાળાનાપ્રતિભાવમાં ચૂંટણીપંચે કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગેચર્ચા કરવા ચૂંટણીપંચ દ્વારા આગામી 3જી ડિસેમ્બરે પક્ષના પ્રતિનિધિમંડળ સાથેવાતચીત કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | નવેમ્બર 30, 2024 7:42 પી એમ(PM)
મહારાષ્ટ્રના ચૂંટણીને લગતી બધી જ પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઇ છે :કેન્દ્રિય ચૂંટણીપંચ
