મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. ભંડારાથી ગોંદિયા જઈ રહેલી એસટી બસે બિન્દ્રાવન ટોલા ગામ પાસે કાબુ ગુમાવતા પલ્ટી ખાઇ હતી. નવ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 30ને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ગોંદિયાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ્પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકનાં નજીકનાં સગાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખનાં વળતરની જાહેરાત કરી છે.મહારાષ્ટ્રનાં કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારની સૂચના આપી હતી.
Site Admin | નવેમ્બર 29, 2024 6:27 પી એમ(PM)
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના સડક અર્જુની ખાતે આજે બપોરે એક અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે
