માર્ચ 4, 2025 1:56 પી એમ(PM)

printer

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષામંત્રી ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સોંપ્યું છે.
વિધાનભવનમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ફડણવીસે જણાવ્યું, તેમણે શ્રી મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મોકલી દીધું છે. બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં શ્રી મુંડેના નજીકના સાથીઓની કથિત સંડોવણી બહાર આવ્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.