મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તારાપુર-બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેડલે ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર લોકોના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે. આ ઘટના ગઈકાલે બપોરે મુંબઈથી 130 કિમી દૂર આવેલી દવા કંપનીમાં બની હતી. પાલઘર આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે કંપનીના એક યુનિટમાં ગેસ લીકેજથી ત્યાં કામ કરતા કર્મચારીઓ અસરગ્રસ્ત થયા હતા.
Site Admin | ઓગસ્ટ 22, 2025 10:56 એ એમ (AM)
મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેડલે ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર લોકોના મોત
