ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 2:18 પી એમ(PM)

printer

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે

મહાન તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રે અમેરિકામાં 73 વર્ષની વયે અવસાન થયું છે. પરિવારજનોના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ મધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ પહેલા તેમને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે સેન ફ્રાન્સિસ્કૉની એક હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા.
ઉસ્તાદ ઝાકિર હુસૈન પ્રખ્યાત તબલાવાદક અલ્લા રક્ખાના સૌથી મોટા પુત્ર હતા. તેમનો જન્મ નવ માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ ઘણી નાની વયથી જ સંગીત તરફ આકર્ષિત થઈ ગયા હતા. છ દાયકાની કારકિર્દીમાં તેમણે વૈશ્વિક સ્તરે પાંચ ગ્રૅમી પુરસ્કાર જીત્યા હતા, જેમાંથી ત્રણ તો આ વર્ષની શરૂઆતમાં 66મા ગ્રૅમી પુરસ્કારમાં જીત્યા હતા. તેમણે “સાજ”, “હિટ એન્ડ ડસ્ટ” સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની તાજેતરની ફિલ્મ “મન્કી મૅન” આ વર્ષે જ રિલીઝ થઈ હતી.
ઝાકિર હુસૈને અનેક પ્રસિદ્ધ ભારતીય અને આંતર-રાષ્ટ્રીય કલાકારો સાથે કામ કર્યું હતું. ગિટારવાદક જૉન મૅકલૉઘલિન, વાયૉલિન વાદક એલ. શંકર અને તાલવાદક ટી. એચ. “વિક્કૂ” વિનાયક રામ સાથે જુગલબંધી તેમની અભૂતપૂર્વ સિદ્ધિ હતી. આ જુગલબંધીએ પહેલા ક્યારેય ન સાંભળ્યું હોય તેવા વિશેષ સંગીતનું નિર્માણ કર્યું હતું. ઝાકિર હુસૈનને વર્ષ 1988માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મશ્રી, વર્ષ 2002માં પદ્મ ભૂષણ અને વર્ષ 2023માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ શ્રી હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.