મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે 4 હજાર 179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને આ કામોનો લાભ મળશે.
જે મહાનગરપાલિકાના વિકાસના કામો મંજૂર કરાયા છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મોરબી, પોરબંદર અને નડિયાદ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધા વિકાસ કામો માટે 3 હજાર 768 કરોડ, આઇકોનિક રોડ-ગૌરવ પથ-શહેરી સડક માટે 219 કરોડ, પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 93 કરોડ અને આઉટગ્રોથ વિસ્તારો માટે 82 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 7:33 પી એમ(PM)
મહાનગરો-નગરોના બહુવિધ વિકાસ કામો માટે 4 હજાર 179 કરોડ રૂપિયા મંજૂર કરાયા