મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાના આદર્શો પર જીવી રહ્યા છે. એક અંગ્રેજી દૈનિકમાંઆ શીર્ષકવાળા લેખમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા પછી, શ્રી મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાષ્ટ્રીય સ્વચ્છતાની જરૂરિયાત દર્શાવી. તેમણે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું જેણે સ્વચ્છતામાં સુધારો કર્યોઅને સમગ્ર ભારતમાં મહિલાઓના ગૌરવ અને સુરક્ષામાં પણ સુધારો કર્યો. શ્રીમતી કુલકર્ણીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ટકાઉ સામાજિક પરિવર્તનના આધાર તરીકે લોક ચળવળમાં માનતા હતા. તેમણે કહ્યું, શ્રી મોદીનું અતૂટ લક્ષ્ય -સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને વિકસીત ભારત સમાન છે. તેમણે કહ્યુંકે કોવિડ -19 રોગચાળા દરમિયાન શ્રી મોદીનું ‘માનવતા પ્રથમ’ નેતૃત્વ ભારતની સરહદો પર અટક્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વે સ્વીકાર્યું હતું. લેખમાં, શ્રીમતી કુલકર્ણીએ જણાવ્યું હતું કે તેમના દાદા મહાત્મા ગાંધીઅને શ્રી નરેન્દ્ર મોદીના ઘણા વિરોધ કરનારાઓને આશ્ચર્ય થશે કે તેમણે મહાત્મા ગાંધીનાઆદર્શોને આધુનિક ભારતના વિકાસ એજન્ડામાં વાસ્તવમાં એકીકૃત કરીને નવજીવન આપ્યું છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:36 પી એમ(PM)
મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાના આદર્શો પર જીવી રહ્યા છે
