મહાકુંભ મેળામાં ગઈકાલથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થયો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ શોમાં રાત્રિના આકાશમાં અદભુત જીવંત દ્રશ્યો બનાવતા સેંકડો ડ્રોન દર્શાવવામાં આવ્યા હતા. અમૃત કળશ અને સમુદ્ર મંથન સાથે દેવતાઓનાં ચિત્રણએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ડ્રોન શોએ મહાકુંભના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સારનું સુંદર રીતે ચિત્રણ કર્યું, જે પ્રેક્ષકો પર એક અવિસ્મરણીય છાપ છોડી ગયું છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:34 એ એમ (AM)
મહાકુંભ મેળામાં ગઈકાલથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થયો છે
