ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં આદ્યાત્મિકતા અને નવીનીકરણનું તથા પવિત્ર પરંપરા અને અત્યાધુનિક ડિજિટલ ઉપકરણોનું મિશ્રણ જોવા મળશે.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા સલામતી માટે 56 વિશેષ સાયબર યોધ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરવામાં આવ્યા છે. નકલી વેબસાઇટ, સોશિયલ મિડિયા કૌભાંડો અને નકલી લિન્ક જેવાં સાયબર ગુનાઓ રોકવા માટે મહાકુંભ સાયબર પોલિસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. સાયબર ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવવા મેળાનાં વિસ્તારમાં અને તેની બહાર ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે.
હાલમાં નિષ્ણાતોની ટીમે 50થી વધુ શંકાસ્પદ વેબસાઇટો શોધી કાઢી છે અને તેમની સામે પગલાં લેવાઈ રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:16 પી એમ(PM)
મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા 56 વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરાયા
