મહાકુંભમાં મૌની અમાવાસ્યાનાં રોજ આશરે 8 થી 10 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવો સરકારનો અંદાજ છે.

મહાકુંભમાં મૌની અમાવાસ્યાનાં રોજ આશરે 8 થી 10 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવો સરકારનો અંદાજ છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય સંપર્ક અધિકારી શશીકાંત ત્રિપાઠીએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે, મૌની અમાવાસ્યામાં ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવેએ 400થી વધુ મેળા વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે.
દરમિયાન, આજે પ્રયાગરાજમાં ઉત્તરપ્રદેશ સરકારના મંત્રીમંડળની વિશેષ બેઠક યોજાશે. બેઠકમાં રાજ્ય સરકારનાં તમામ 54 મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.