આજે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા છત્તીસગઢના કોરબા વિસ્તારના 10 શ્રધ્ધાળુ મોતને ભેટ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર-પ્રયાગરાજ ધોરીમાર્ગ પર મધ્યપ્રદેશના રાજગઢથી ભક્તોથી ભરેલી બસ સાથે તેમના વાહનની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝડપી ગતિથી જઈ રહેલી એસયુવી સામેથી આવી રહેલી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 19 લોકોને ઇજા થઈ હતી. બસમાં શ્રધ્ધાળુ પ્રવાસ કરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની નોંધ લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રનાં અધિકારીઓને ઘટના સ્થળે પહોંચીને ઝડપથી રાહત કાર્ય કરવા નિર્દેશ આપ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM)
મહાકુંભમાં જઈ રહેલા છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનું વાહન પ્રયાગરાજ નજીક બસ સાથે અથડાતાં 10નાં મૃત્યુઃ 19ને ઇજા
