ડિસેમ્બર 18, 2025 2:02 પી એમ(PM)

printer

મસ્કત ખાતે પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમુદ્રની લહેરો બદલાઇ શકે છે પરંતુ ભારત અને ઓમાનની મિત્રતા નવા શિખરો સર કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાનની મુલાકાત દરમિયાન મસ્કતમાં ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં વિવિધતા આપણી સંસ્કૃતિનો મજબૂત આધાર છે. તેમણે કહ્યું, ભારતીયો માટે દરેક દિવસ નવા રંગ લાવે છે, દરેક ઋતુ એક નવો તહેવાર બની જાય છે, દરેક પરંપરા એક નવા વિચાર સાથે આવે છે. આ જ કારણ છે કે, ભારતીયો જ્યાં પણ જાય છે, જ્યાં પણ રહે છે, તેઓ વિવિધતાનો આદર કરે છે.
અગાઉ પ્રધાનમંત્રીએ આજે સવારે મસ્કતમાં ભારત-ઓમાન વેપાર સંમેલનને સંબોધતા કહ્યું, આ સંમેલન બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધને નવી દિશા અને ગતિ આપશે. તેમણે કહ્યું, વેપારી નેતાઓ અરબી સમુદ્રની પેલે પાર માંડવી અને મસ્કતને જોડતા ઐતિહાસિક દરિયાઈ વારસાના વારસદાર છે. પ્રધાનમંત્રીએ આજે મસ્કતમાં ભારત—ઓમાન વેપાર સંમેલનને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું, ઋતુઓ બદલાઈ શકે છે, ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા સમય સાથે વધુ મજબૂત થતી રહે છે.