જાન્યુઆરી 6, 2026 7:19 પી એમ(PM)

printer

મલેશિયા બૅડમિન્ટન સ્પર્ધામાં સિંગાપોરના ખેલાડીને હરાવી ભારતીય ખેલાડી લક્ષ્ય સેન બીજા તબક્કામાં પહોંચ્યા.

ભારતના લક્ષ્ય સેને મલેશિયાના કુઆલાલમ્પુરમાં મલૅશિયા ઑપન સુપર 750 બૅડમિન્ટન ટૂર્નામૅન્ટમાં સિંગાપોરના જિયા હૅન્ગ જેસન તેહ-ને હરાવી પુરુષ સિંગલ્સના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે.
તેમનો આગામી મુકાબલો ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ અથવા હૉન્ગકૉન્ગના લી ચેઉક ચિઉ સાથે થશે. જ્યારે મહિલા સિંગલ્સમાં માલવિકા બંસોડનો પહેલા તબક્કામાં પરાજય થયો હતો. પુરુષ વર્ગમાં આયૂષ શેટ્ટીનો મુકાબલો મલેશિયાના લી ઝી જિયા સાથે થશે. પુરુષ ડબલ્સમાં એમ. આર. અર્જુન અને હરિહરન આમસકારૂનન-ની જોડીનો મુકાબલો જાપાનની જોડી સાથે થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.