ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 26, 2024 9:55 એ એમ (AM) | ટેબલ ટેનિસ

printer

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ છે. આ રમતોમાં બેડમિન્ટન, ટેબલટેનિસ, ચેસ, જુડો, રેસલિંગ, ટેકવૉન્ડો અને એથ્લેટિક્સની ઇવેન્ટ સામેલ કરાઈ છે.
ટેબલટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં યુવા ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરવામાં આવી છે. ભારતમાંથી કુલ 68 બધિર ખેલાડીઓ, 15 કૉચ અને નવ અધિકારીઓ એમ 92 લોકોની ટુકડી મલેશિયા જશે. તમામ ખેલાડીઓ હાલમાં દિલ્હી ખાતેના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદનાં શાઈની ગૉમ્સે અગાઉ વિશ્વ બધિર ટેબલટેનિસ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં સુવર્ણ અને વ્યક્તિગત ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.