ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2025 7:52 પી એમ(PM)

printer

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થીમાં કંબોડિયા અને થાઇલેન્ડ “તાત્કાલિક અને બિનશરતી” યુદ્ધવિરામ માટે સંમત

મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની મધ્યસ્થીમાં કુઆલાલુમ્પુરમાં થયેલી વાટાઘાટો બાદ કંબોડિયા અને થાઇલેન્ડ “તાત્કાલિક અને બિનશરતી” યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
એક સંયુક્ત અખબારી નિવેદન અનુસાર, મલેશિયાના પુત્રજયા શહેરમાં પ્રધાનમંત્રી ઇબ્રાહિમ દ્વારા આ વિશેષ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ અને થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથમ વેચાચાઇએ આ ચર્ચામાં ભાગ લીધો હતો. બંને નેતાઓ સ્થાનિક સમય પ્રમાણે આજે રાત્રે 12 કલાકે યુધ્ધવિરામ માટે સંમત થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ