મરચા માટે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી મરચાની આવક શરૂ થઈ છે. વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ અહીં મરચાની ખરીદી માટે આવી રહ્યા છે. યાર્ડમાં અંદાજે 23 હજાર રૂપિયાથી સોદાની શરૂઆત થઈ હતી. જ્યારે મરચાના ભાવ 3 હજાર રૂપિયાથી લઈને 6 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી બોલાઈ રહ્યા છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:03 પી એમ(PM)
મરચા માટે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી મરચાની આવક શરૂ થઈ
