ડિસેમ્બર 28, 2025 7:20 પી એમ(PM)

printer

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ એક સુખદ અનુભવ છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બન્યા.
શ્રી મોદીએ જણાવ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે. ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું.
પોતાના સંબોધનના સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ દરેકને સ્વસ્થ રહેવા અને ફિટ ઇન્ડિયા અભિયાનમાં ભાગ લેવાની યાદ અપાવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.