પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી છે. આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની 127મી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, કચ્છ જિલ્લાના કોરીક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
શ્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતીએ એકતાનગરમાં યોજાનાર એકતા પરેડ નિહાળવા અનુરોધ કર્યો. તેમણે આઝાદીની ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું.
મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ છઠ પૂજાને સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની એકતાનું પ્રતિક ગણાવી. તેમણે GST બચત મહોત્સવ માટે લોકોમાં ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી. કાર્યક્રમમાં શ્રી મોદીએ ભારતના રાષ્ટ્રગીત- વંદે માતરમ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે 7 નવેમ્બરના રોજ, દેશ વંદે માતરમની ઉજવણીના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે તેમણે દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસ કરવા વિનંતી કરી.
Site Admin | ઓક્ટોબર 26, 2025 7:30 પી એમ(PM)
મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી-સરદાર પટેલને પણ યાદ કર્યા