ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 25, 2025 7:42 પી એમ(PM)

printer

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી મિશન નથી પરંતુ રાષ્ટ્રના સંકલ્પ અને હિંમતનું પ્રતીક છે.

શ્રી મોદીએ દરેકને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરથી સમગ્ર દેશમાં દેશભક્તિની ભાવના જાગી અને દેશ ત્રિરંગાથી રંગાઈ ગયો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી શસ્ત્રોએ વિશ્વને પોતાની તાકાત બતાવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે માત્ર પાંચ વર્ષમાં, ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં પ્રોત્સાહક વધારો થયો છે. સિંહોની સંખ્યા ૬૭૪ થી વધીને ૮૯૧ થઈ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીઓના પદો પર મોટા પાયે નિયુક્ત કરવામાં આવી હતી. તેમણે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે જાગૃત અને સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.