ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2024 7:59 પી એમ(PM) | ઓલિમ્પિક

printer

મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા

ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોત સિંહે આજે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારત માટે બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે.. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. મનુ અને સરબજોતની જોડીએ દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હો સામે 16-10થી જીત મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ પહેલા મનુ ભાકરે રવિવારે 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ પહેલા, કલકત્તામાં જન્મેલા નોર્મન પ્રિચાર્ડ પ્રથમ બ્રિટિશ ભારતીય ખેલાડી હતા જેમણે વર્ષ 1900માં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા.
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કુસ્તીબાજ સુશીલ કુમાર એવા બે ભારતીય ખેલાડીઓ છે જેમણે ઓલિમ્પિક ગેમ્સમાં એકથી વધુ ચંદ્રક જીત્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનુ ભાકર અને સરબજોત સિંહને પેરિસ ઓલિમ્પિક 2024માં મિશ્રિત ટીમ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે., રાષ્ટ્રપતિએ કહ્યું, મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે રાષ્ટ્રને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. મનુ અને સરબજોત સિંહને ભવિષ્યમાં વધુ નામના મળે તેવી શુભેચ્છા.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોત સિંહને પેરિસ ઓલિમ્પિક 2024માં તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ ભારતીય ખેલાડી દ્વારા એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતવાની મનુ ભાકરની અસાધારણ સિદ્ધિની પણ પ્રશંસા કરી હતી.