ઓગસ્ટ 7, 2024 2:22 પી એમ(PM)

printer

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે

મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મની સામે રમશે. આ મેચ બપોરે 1 વાગીને 30 મિનિટે શરૂ થશે.
પુરુષો માટેની 3 હજાર મીટર સ્ટીપલચેજ ફાઇનલમાં આજે અવિનાશ સાબલે ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. સાંજે ટોકિયો ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનૂ મહિલાઓ માટેની વેઇટ લિફ્ટિંગની 49 કિલોગ્રામ વજન વર્ગ સ્પર્ધામાં ભાગ લેશે.