ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 6:51 પી એમ(PM) | મનરેગા

printer

મનરેગા યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે

દેશમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા આમ જણાવ્યું હતું. રાજ્યમંત્રી કમલેશ પાસવાને ગૃહને માહિતી આપી કે કેન્દ્ર સરકારે તાજેતરના વર્ષોમાં મનરેગા માટે ભંડોળ ફાળવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે 2006-07માં યુપીએ શાસન દરમિયાન આ યોજના માટે 11 હજાર કરોડ રૂપિયાથી વધુ ફાળવવામાં આવ્યા હતા જે 2024-25માં વધારીને 86 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.