હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની લાલ ચેતવણી જાહેર કરી છે. જ્યારે કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગ, પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે.
તો, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં આગામી બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM)
મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં આજે અતિભારે વરસાદની આગાહી.
