મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે. ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણ કાર્યાલયના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે , અને તેમને એવા અહેવાલો મળી રહ્યા છે કે હજુ પણ લોકો કાટમાળમાં ફસાયેલા છે.
ગઈકાલે રાત્રે ફિલિપાઇન્સના મધ્ય વિસાયાસ ક્ષેત્રમાં આવેલા દરિયાકાંઠાના શહેર સેબુમાં 6.9 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્ય ફિલિપાઇન્સના ઘણા પડોશી પ્રાંતો તેમજ દક્ષિણ ફિલિપાઇન્સના કેટલાક પ્રદેશોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Site Admin | ઓક્ટોબર 1, 2025 2:03 પી એમ(PM)
મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69 થયો
