નવેમ્બર 4, 2024 2:51 પી એમ(PM)

printer

મધ્ય પ્રદેશ સરકારે જંગલી પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે વળતર 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કર્યું

મધ્ય પ્રદેશ સરકારે જંગલી પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે વળતર 8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરી દીધું છે. ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઇગર રિઝર્વ પાસે હાથીએ બે લોકોને કચડી દીધાની ઘટના બાદ રાજ્ય સરકારે વળતરમાં ત્રણ ગણો વધારો જાહેર કર્યો છે. બાંધવગઢ વાઘ અભ્યારણ્યમાં બે લોકોની કચડી નાખનાર હાથીને વન વિભાગે પાકડી પાડ્યો છે.