ઓગસ્ટ 27, 2024 7:12 પી એમ(PM) | વરસાદ

printer

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પંચમહાલ જીલ્લાના 288, ખેડાના 88, આણંદના 41 અને વડોદરા જીલ્લાના 152 સહિત કુલ 569 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો છે,જેને પુનઃસ્થાપિત કરવા માટે એમજીવીસીએલની 536 ટીમોમાં એક હજાર 706 કર્મચારી યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે