મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જ્યારે 150 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પેલેસ્ટિયન સુરક્ષા સૂત્રોના અહેવાલ અનુસાર ઇઝરાયેલની સેના ગત શુક્રવારથી નુસીરાતમાં બોમ્બમારો કરી રહી છે.ગાઝાની સરકારી મીડિયા કચેરીએ આ હુમલાની ટીકા કરી આંતરરાષ્ટ્રીય સમુદાયને આવા હુમલાઓને રોકવા માટે ઇઝરાયેલ પર દબાણ લાવવા હાકલ કરી છે.
દરમ્યાન ઇઝરાયેલના સંરક્ષણ દળોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રફાહ અને મધ્ય ગાઝામાં આતંકવાદી માળખાને તોડી પાડવા અને શસ્ત્રો શોધવા માટે એક અભિયાન હાથ ધરાયું છે.
Site Admin | નવેમ્બર 3, 2024 2:08 પી એમ(PM) | ગાઝાના
મધ્ય ગાઝાના નુસીરાત ખાતે શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલા અને બોમ્બમારાથી 42 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે.
