મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યુ.
રાજ્યનાં 81 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં સુરતનાં ઉમરપાડામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે છોટાઉદેપુર જિલ્લનાં કવાંટ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. 
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:08 પી એમ(PM)
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
 
		 
									 
									 
									 
									 
									