ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 7:46 પી એમ(PM) | નાણા મંત્રી

printer

મધ્યમ અને લઘુ ઉદ્યોગોના પ્રોત્સાહન માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણે આરંભ કરાવ્યો

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી MSME ને પ્રોત્સાહન મળશે.જેના પર છેલ્લા ત્રણ બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ યોજના MSME ને કોલેટરલ વિના મશીનરી અથવા સાધનો ખરીદવા માટે 100 કરોડ રૂપિયા સુધીની લોનની સુવિધા આપશે.
મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે ભારત નફો બુક કરનારા રોકાણકારોને સારું વળતર આપી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભારતમાં હવે એવું વાતાવરણ છે, જ્યાં રોકાણ સારું વળતર આપી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારે અનુકૂળ નીતિઓ દ્વારા સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર પર પણ વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.જેના પરિણામે ભારતની સંરક્ષણ નિકાસ 24 હજાર કરોડ રૂપિયાથી વધુ વધી છે, અને મહારાષ્ટ્ર સંરક્ષણ ઉત્પાદન માટે એક કેન્દ્ર તરીકે વિકાસ કરી રહ્યું છે.