મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો છે
અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ કેબિનેટની બેઠકમાં, મિશન વાત્સલ્ય હેઠળ દુષ્કર્મ પીડિતાઓને શિક્ષણ, પોલીસ સહાય, પ્રસૂતિ અને નવજાત સંભાળ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, કાનૂની સહાય, આરોગ્ય વીમો અને સંભાળ સંસ્થાઓમાં આશ્રય જેવી સુવિધાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનામાં લાભ મેળવવા માટે એફઆઈઆરની નકલ હોવી જરૂરી નથી. પીડિત સગીર છોકરીને બિન-સંસ્થાકીય સંભાળ માટે દર મહિને 4000 રૂપિયા આપવામાં આવશે. કલેક્ટર મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે. આ માટે નિર્ભયા ફંડમાંથી દરેક જિલ્લાને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 2:26 પી એમ(PM) | દુષ્કર્મ પીડિતા
મધ્યપ્રદેશ સરકારે સગીરવયની દુષ્કર્મ પીડિતાઓને વિવિધ સુવિધાઓ આપવાનો નિર્ણય કર્યો
