જાન્યુઆરી 3, 2026 1:53 પી એમ(PM)

printer

મધ્યપ્રદેશ સરકારે ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની ઘટના અંગે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી.

મધ્યપ્રદેશ સરકારે ઇન્દોરમાં પીવાના દૂષિત પાણીની ઘટના અંગે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સ્પષ્ટ કર્યું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તૈનાત એક અધિકારીને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ અધિકારીઓને અલગ અલગ નવા હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યભરમાં સ્વચ્છ અને સલામત પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કડક દેખરેખ અને સુધારાત્મક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.