હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. 24 જૂન સુધી તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ-અલગ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની સંભાવના છે.
Site Admin | જૂન 22, 2025 7:57 પી એમ(PM)
મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આવતીકાલ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ