જાન્યુઆરી 9, 2026 7:14 પી એમ(PM)

printer

મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ રમતમાં મહેસાણાના જેકી રાવતે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા.

મહેસાણાના ખેલાડી જેકી રાવતે રાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તાજેતરમાં યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય માર્શલ આર્ટસ રમતમાં લાખાવડ શાળાના વિદ્યાર્થીએ આ સિદ્ધિ મેળવી છે. સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો.
જેકી રાવતે સાન્ડા એટલે કે, લડાઈ વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીતી પોતાની કુશળતા અને ઝડપી પ્રતિભાવનો પરિચય આપ્યો હતો. સાથે જ તેમણે તાઓલુ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીતી તકનીકી કળા અને શિસ્તબદ્ધ અભ્યાસનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધામાં ગુજરાત ટીમે પણ ઉત્તમ પ્રદર્શન કરીને દ્વિતીય ઉપ-વિજેતાનો ખિતાબ જીત્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.