મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત થયાના અહેવાલ છે.મળતી માહિતી મુજબ, કાશીથી ગુજરાત પરત આવી રહેલા લોકોના વાહન અને ટ્રક વચ્ચે ટક્કર થતાં મહેસાણા અને સુરેન્દ્રનગરના ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને પોલીસની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:51 એ એમ (AM)
મધ્યપ્રદેશમાં બે ભારે વાહન વચ્ચેના અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોના મોત, સાત જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત