મધ્યપ્રદેશમાં, ખંડવા જિલ્લાના જામલી ગામમાં ટ્રેક્ટર-ટ્રોલી પુલ પરથી નદીમાં પડી જતાં 11ના મોત અને 3 ઇજાગ્રસ્ત થયા છે. દુર્ગા પ્રતિમા વિસર્જન બાદ પરત ફરી રહેલા વાહનમાં 14 મુસાફરો સવાર હતા. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી ચાલી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકના પરિવારને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 9:54 એ એમ (AM)
મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી જતાં 11ના મોત- મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીની જાહેરાત
