મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. બાલાઘાટ જિલ્લાના કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનના સુપખાર વન શ્રેણીમાં થયેલી આ અથડામણમાં નક્સલી જૂથના માર્યા ગયેલા ચારેય સભ્યો પર 62 લાખ રૂપિયાનું ઇનામ હતું. મીડિયા સાથે વાત કરતા, બાલાઘાટના પોલીસ અધિક્ષક નાગેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી પ્રદેશમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનનો એક ભાગ હતી. તેમણે કહ્યું, નક્સલી તત્વો સામેની ઝુંબેશ વધુ તીવ્રતા સાથે ચાલશે.
Site Admin | એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM)
મધ્યપ્રદેશમાં, આજે વહેલી સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા નક્સલીઓ માર્યા ગયા
