મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે આફ્રિકાથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટી બિલાડીઓના સફળ સ્થળાંતરને પગલે, આવતા વર્ષે ચોમાસા પહેલા રાજ્યમાં વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે. રાજ્ય મંત્રીમંડળે સાગર જિલ્લાના નૌરાદેહી ખાતે સ્થિત વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્યને વિશ્વના સૌથી ઝડપી પ્રાણી માટે રાજ્યમાં ત્રીજા નિવાસસ્થાન તરીકે વિકસાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સપ્ટેમ્બર 2022 માં શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) ખાતે ચિત્તા માટેનું પહેલુ નિવાસસ્થાન ખોલવામાં આવ્યું હતું, અને આ વર્ષે એપ્રિલમાં મંદસૌરના ગાંધી સાગર અભયારણ્યમાં બીજું ચિત્તા નિવાસસ્થાન શરૂ કરાયુ હતું.
ચિત્તા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા, શ્રી યાદવે કહ્યું, ભારત અને ભારતમાં મધ્યપ્રદેશ, વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ચિત્તા પુનર્વસન સફળ થયું છે.
Site Admin | ડિસેમ્બર 14, 2025 1:55 પી એમ(PM)
મધ્યપ્રદેશનું વીરાંગના દુર્ગાવતી વાઘ અભયારણ્ય ચિત્તાઓ માટે નવું ઘર બનશે.