મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન- K.N.P.માં આજથી વધુ પાંચ ચિત્તા જોવા મળશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લવાયેલા ગામિની નામના માદા ચિત્તાને આવતીકાલે K.N.P.માં મુક્ત કરાશે.
ગામિની સાથે તેમના 2 નર અને 2 માદા બચ્ચા પણ સાથે રહેશે, જે ઉદ્ઘાટનના ખજૂરી પ્રવાસન વિસ્તારમાં સંરક્ષણ પ્રયાસો માટે વધુ એક સીમાચિહ્ન બનશે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચાર ચિત્તા મુક્ત કરાયા હતા. આ ત્રીજી વખત છે, જ્યારે ચિત્તાઓને K.N.P.માં મુક્ત કરાઈ રહ્યા છે.
Site Admin | માર્ચ 17, 2025 9:50 એ એમ (AM)
મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આજથી વધુ પાંચ ચિત્તા જોવા મળશે
