મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીની ઘટના અંગે રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ ઇન્દોર મહાનગર પાલિકાના કમિશનર અને એડિશનલ કમિશનરને કારણદર્શક નોટિસ જારી કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઇન્દોરની ઘટના બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ કાર્ય યોજના તૈયાર કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 9:38 એ એમ (AM)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઇન્દોરમાં દૂષિત પીવાના પાણીની ઘટના અંગે સમીક્ષા કરી