મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું છે.
બાલાઘાટ જિલ્લામાં બે માઓવાદીઓના આત્મસમર્પણ બાદ તેમણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાના મજબૂત સંકલ્પને કારણે આ શક્ય બન્યું છે.
શ્રી યાદવ ભોપાલથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બાલાઘાટમાં નક્સલીઓના આત્મસમર્પણ સંબંધિત ‘પુનર્જીવનથી કાયાકલ્પ’ અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. નક્સલી દીપક અને રોહિતે ગઈકાલે બાલાઘાટ જિલ્લાના બિરસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કોરકા સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કેમ્પમાં આત્મસમર્પણ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 12, 2025 2:47 પી એમ(PM)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યને નક્સલમુક્ત જાહેર કર્યું.