જુલાઇ 14, 2025 2:02 પી એમ(PM)

printer

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, દુબઈમાં, વૈશ્વિક કંપનીઓ અને નીતિ નિર્માતાઓ સાથે મધ્યપ્રદેશમાં રોકાણ અંગે વાતચીત કરશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, આજે દુબઈમાં, વૈશ્વિક કંપનીઓ અને નીતિ નિર્માતાઓ સાથે મધ્યપ્રદેશમાં વિશાળ રોકાણ તકો અંગે વાતચીત કરશે. મુખ્યમંત્રી હાલમાં ઉદ્યોગ, ટેકનોલોજી, કાપડ, ગ્રીન એનર્જી અને પર્યટન સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે વિદેશ પ્રવાસ પર છે. આ પછી, તેઓ સ્પેનના પ્રવાસે જશે, તેમનું રોકાણ 19 જુલાઈ સુધીનું છે.
મુખ્યમંત્રી ડૉ. યાદવ, ધ ઇન્ડસ આંત્રપિન્યોરના ચેરમેન પી.કે. ગુલાટીને મળશે અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રમાં શક્યતાઓ પર વાતચીત કરશે. મુખ્યમંત્રી ડૉ. યાદવ એમિરેટ્સ એરલાઇન્સના અધિકારીઓ સાથે પ્રસ્તાવિત બેઠકમાં હવાઈ જોડાણ અને લોજિસ્ટિક્સને મજબૂત બનાવવા પર વિચાર કરશે. મુખ્યમંત્રી બાદમાં ગ્રુ એનર્જી અને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીઆઈટીઓ) જેવી અગ્રણી ગ્રીન એનર્જી કંપનીઓના પ્રતિનિધિઓને મળશે અને ટકાઉ વિકાસ સંબંધિત મુદ્દાઓ પર મધ્યપ્રદેશની પ્રાથમિકતાઓ શેર કરશે.