મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય – માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી અભયારણ્યની અંદર 13 કિલોમીટર લાંબી પથ્થરની સલામતી દિવાલનું પણ ઉદ્ઘાટન કરશે.શ્રી યાદવે કહ્યું કે, શિવપુરી જિલ્લામાં સ્થિત વાઘ અભયારણ્ય વન્યજીવન સંરક્ષણ અને પર્યટનને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે, વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં મધ્યપ્રદેશની આ એક મોટી સિદ્ધિ છે. રાષ્ટ્રીય અભયારણ્યમાં હાલ પાંચ વાઘ છે. આજે વધુ બે વાઘ છોડવામાં આવતા તેની કુલ સંખ્યા વધીને સાત થઈ જશે.એક અહેવાલ પ્રમાણે ભારતમાં સૌથી વધુ 785 વાઘ મધ્યપ્રદેશમાં છે, જ્યારે કર્ણાટકમાં 563 અને ઉત્તરાખંડમાં 560 છે.
Site Admin | માર્ચ 10, 2025 9:32 એ એમ (AM)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય – માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે.
