મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તથા તેમનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે.
તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં-ઉર્જા મંત્રી કનુ દેસાઈને મળ્યા હતા. જ્યાં તેમને ગુજરાતના વિકાસના નવતર આયામોથી માહિતગાર કરાયા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સી.એમ. ડેશબોર્ડ, મેડિકલ એજ્યુકેશન, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા સક્ષમતા અને રિન્યુએબલ એનર્જી, આત્મનિર્ભરતા, ફાર્માસ્યુટીકલ, બલ્ક ડ્રગ-એમ.એસ.એમ.ઈ. સેક્ટર, શહેરી વિકાસ યોજનાઓમાં ટી.પી.ના અમલિકરણ, સેમી કન્ડક્ટર સેક્ટર તથા માર્ગ વાહન વ્યવહાર જેવા ક્ષેત્રોમાં ગુજરાતે કરેલા નોંધપાત્ર વિકાસની પ્રશંસા કરી હતી. અને લોકકલ્યાણ, ઇનોવેશન અને ટેક્નૉલોજીના ઉપયોગથી ગુજરાત દેશનું રોલ મોડેલ બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીના દૂરદર્શી નિર્ણયથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:18 પી એમ(PM)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ તથા તેમનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે
