ઓગસ્ટ 6, 2025 10:41 એ એમ (AM)

printer

મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે તમામ OBM બોટને સરકાર દ્વારા પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે

મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે આગામી સમયમાં રાજ્યની તમામ OBM બોટને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે.રાજ્યના માછીમારો માટે આ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે.મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સોફ્ટવેર મારફત માછીમારોને અપતી ડીઝલ સહાયની તર્જ પર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી.આ બેઠકમાં મંત્રીએ રાજ્યના તમામ માછીમારોને રાજ્ય સરકારના બંધ સિઝનના પરિપત્રનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.