ઓગસ્ટ 1, 2025 8:49 એ એમ (AM)

printer

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારો યોજનાઓથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા.

મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કોઈ પણ માછીમાર ડિઝલ સબસિડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા. ગઈકાલે મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પટેલે આ વાત કહી.
બેઠકમાં આગામી 15 ઑગસ્ટથી શરૂ થતી માછીમારીની મોસમ સંબંધિત વિવિધ મુદ્દે ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડિઝલ સબસિડી માટે નવા ડિઝલ કાર્ડ આપવાની કામગીરીની મંત્રીશ્રીએ સમીક્ષા કરી. તેમણે આ વર્ષે હજી પણ જે લાભાર્થીઓને ડિઝલ સબસિડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા આદેશ આપ્યા.