ફેબ્રુવારી 6, 2025 3:18 પી એમ(PM) | 'કિસાન ક્રેડિટ કાર્ડ'

printer

મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ કેમ્પ યોજાયો

મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાનાં લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન, વેરાવળ ખાતે ગઈ કાલે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં બેન્કિંગ, મત્સ્યોદ્યોગ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા સાગરખેડૂઓને આંતરદેશીય મત્સ્યપાલન, જળચર ઉછેર સહિતના લાભો માટે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ યોજનાના લાભની જાણકારી આપવામાં આવી હતી.
આ કેમ્પમાં વિવિધ બેન્ક દ્વારા સાગરખેડૂઓને મળતી લોન, જરૂરી વીમો, સહાય માટે અગત્યના દસ્તાવેજો, લોન સુવિધાના હેતુ, KYC પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.